ગઝલ............
છેવટે તો નર્યાં વળગણો થઈ ગયાં
સાવ બોદાં બધાં સગપણો થઈ ગયાં.
ઝાડની જોઈ લો ખાનદાની તમે
એ સુકાયાં પછી બળતણો થઈ ગયાં.
કાલ અભરાઈ પર ધુળ ખાતાં હતાં
આજ એ કિમતી તારણો થઈ ગયાં.