સાંભરે છે....
રાહમાં કાંટા હતા પથ્થર હતા
સાંભરે છે કેટલા સધ્ધર હતા.
મૌન પણ મારું ગમ્યું ના એમને
એ વિરોધી એટલાં કટ્ટર હતાં.
આંસુનું ઉપજ્યું નહીં દરબારમાં
એ પુરાવા આમ તો નક્કર હતા.
એ ઉલાળા એ ઇશારા એ શરમ
એ બધાં તો આંખના હુન્નર હતા.
ભાગવામાં થઈ ગયા ‘સામેલ’ એ
જે કદી દેખાવમાં જબ્બર હતા.