rediff ILAND
Welcome Guest, | Create your own iLand| Sign In  | New User? Get Started
Home
iLand
Blogs
Friends/Contributors
Guestbook  
 
Yashvant Thakkar
Categories
Blogs
Cricket
Poetry
Love
What is an RSS feed?
RSS Feed 
asar.rediffiland.com/ 
Recent Posts
 14:21 | 21/Jun/2008 | 0 Comment(s)
RELATION

ગઝલ............

છેવટે  તો નર્યાં વળગણો  થઈ  ગયાં

 સાવ બોદાં બધાં સગપણો થઈ  ગયાં.

ઝાડની  જોઈ  લો  ખાનદાની   તમે

એ સુકાયાં પછી બળતણો  થઈ  ગયાં.

કાલ  અભરાઈ  પર  ધુળ  ખાતાં  હતાં

આજ એ  કિમતી   તારણો  થઈ   ગયાં.                                           

                                                                                             

Permalink 
 22:51 | 12/May/2008 | 0 Comment(s)
A STATEMENT OF AN OWL

 

 

 

ઘુવડની કેફિયત :

જે નથી  જોયું એ બાબત શું કહું ?

છે નરી  આંખોમાં  આફત શું કહું ?

જાગરણ  માફક  આવે છે રાતનું...

દિવસે  બગડે છે  દાનત શું કહું ?

ટાળવા  ધારું તો પણ ટળતી નથી

વારસાગત  આ છે આદત શું કહું ?

કેટલું   ટકશે  એની કોને   ખબર ?

કોમની   કેવી છે  હાલત  શું કહું ?

છે વહેમોથી મબલખ  મબલખ ભરી

જાત માણસની એ બાબત શું કહું ?

Permalink 
 12:16 | 11/May/2008 | 0 Comment(s)
MOTHERS DAY

[મધર્સ ડે... છાપાં ના પાને, ફોન કે મોબાઇલ માં,ઈન્ટેરનેટના બ્લોગ્સ માં માનો મહિમા ગવાતો હોય ત્યારે ...
વર્ષો પહેલાં દૂર...દૂર..જાત્રા કરવા ગયેલી બા ને માટે સંદેશ.....]
બા
મને ઘણી વખત યાદ આવે છે   તે દિવસો..
જે દિવસોમાં
તું આપણે ગામ હતી ને
હું શહેરની ન ગમતી હોસ્ટેલમાં હતો.
ત્યારે દરેક દિવસ
મારા માટે
મધર્સ ડે
હતો.
તે દિવસોમાં
હું
વારે વારે તને ચિઠ્ઠી મારફતે
મારાં આંસુ
મોકલતો
ને
વળતી ચિઠ્ઠી મારફતે
તું
મને
હિમ્મત , વિશ્વાસ ને ધીરજ
મોકલતી.....
બા..
તે ચિઠ્ઠી ઓ
ખોવાઈ ગઈ છે......

Permalink 
 11:09 | 11/May/2008 | 0 Comment(s)
I REMEBER

                                 સાંભરે  છે....

 

રાહમાં  કાંટા  હતા  પથ્થર   હતા

સાંભરે  છે   કેટલા  સધ્ધર   હતા.

મૌન પણ  મારું ગમ્યું ના   એમને

  વિરોધી  એટલાં  કટ્ટર    હતાં.

આંસુનું  ઉપજ્યું નહીં   દરબારમાં

 પુરાવા આમ તો  નક્કર  હતા.

  ઉલાળા એ  ઇશારા એ  શરમ

  બધાં તો આંખના  હુન્નર  હતા.

ભાગવામાં  થઈ ગયા સામેલ

જે  કદી  દેખાવમાં  જબ્બર   હતા.

 

Permalink 
 12:14 | 29/Apr/2008 | 0 Comment(s)
CLASSROOM

---नमस्ते . गुरुजी.---धन्यवाद मेरे बच्चो.कैसे हो ?
---एकदम कुशल .धोनी की तरह.
---वाह! ज्ञान की प्राप्ति के लिए आजकल क्या करते हो?
---आई पी एल के खेल देखते है .गुरुजी.
-- वाह! क्या क्या प्राप्त होता है? बताओ.
---क्रिकेट देखने को मिलता है और साथ में मनोरंजन भी मिलता है गुरुजी.
---क्रिकेट के लिए कौन कौन होते है?
---धोनी..गांगुली..द्रविड़..सेहवाग...हेडन..वॉर्न..
---बहुत हो गया. अब ये बताओ की मनोरंजन कैसे प्राप्त होता है?
---चियर गर्ल से ...चियर गर्ल से.
---बस करो.बस करो.तुम तो ऐसे खुश हो रहे हो की जैसे सब चियर करने वाली कन्याएं तुम्हारी सामने हो.
--ऐसा ही लगता है गुरुजी.
---अच्छा.आई.पी.एल.के खेल से और कुछ प्राप्त होता है ?
---गीता का ज्ञान प्राप्त होता है.
---गीता का ज्ञान ? ये कैसे संभव हो सकता है ?
----हो सकता है गुरुजी.हम विस्तार से बता सकते है.
---बताइए.
---गीता मे कहा गया है की मनुष्य को संसार में हर स्थिति में जलकमलवत रहेना चाहिए. किन्तु श्रीशांत हार-जीत से विचलित हो कर बंदर जैसी हरकते करता था.इसी कारण हरभजन से प्रहार झेलना पड़ा और पूरे संसार के सामने रुदन करना पड़ा. हमे द्रविड़ जैसा अविचल रहेना चाहिए.
---अति उत्तम ! तुम इतना सारा कैसे सोच सकते हो ?
---ये आपके संस्कार है .गुरुजी.
---आई.पी.एल.से और क्या शिक्षा मिली ?
----आई.पी.एल. से हमे ये भी शिक्षा मिली की मनुष्य को क्रोधित नहीं होना चाहिए.वरना हरभजन जैसी हालत हो सकती है.आप जानते होगे की उसे काफी आर्थिक नुकशान भी हुआ है.
---सही बात है.
--और प्रीति ज़िंटा ने मैदान में आके शिक्षा दी की अन्याय करना भी पाप है और अन्याय सहन करना भी पाप है.
---अर्थात आई.पी.एल.का आयोजन सिर्फ पेसा कमाने के लिए नहीं हुआ है.
---बिल्कुल गुरुजी.आई.पी.एल का आयोजन हमें विविध प्रकार के तमाशे दिखाकर हमें अच्छी शिक्षा देनेके लिए किया गया है.
---तो आप सब सब से ज्यादा किस के आभारी है ?
---हम शरद पवारजी के आभारी है.
---अति उत्तम. तुम सबसे मै बहुत प्रसन्न हुआ हूँ .जाओ मैदान में जाकर खेलो और धोनी जैसे बलवान बनो.
--जैसी आप की आज्ञा गुरुजी.

Permalink 
 11:42 | 28/Apr/2008 | 0 Comment(s)
Another Face Of

    Sreesanth   

Not  only  cricket...

Cheer   also!

Not only  cheer...

Tears  also???

Permalink 
 18:45 | 22/Apr/2008 | 0 Comment(s)

રમત ની રમત ને ગમ્મત ની ગમ્મત20-20 ની જોઈલો કમાલ
અરે આ કોણ ઊભો ઊભો કરે છે ધમાલ...
ના ઓળખ્યો ?
શાહરૂખને ના ઓળખ્યો ?
લે કર વાત...
ઍ વળી ક..ક...કિરન ના બદલે ક..ક...ક્રિકેટ કરવા લાગ્યો ?
હજી તો ઘણું ઘણું કરશે..
ને
ભરેલાં ખીસ્સા વધારે ભરશે...
પાણી તો પાણી ઍ રેતીમાં તરશે.
ચાલો ઍ વાત પર બજાઓ તાળી
બીજું થઈ શકે પણ શું ?
હેં.....?

Permalink